Sunday, 15 May 2011
these poems published in samabhava newspaper
ખરતાં દીવસો
ઝાડ પરથી ખરતાં પીળાં પર્ણ ની જેમ
ફરી એક દીવસ આજ બનીને ખરી પડ્યો.
અને,
સમયનું વાવાઝોડું ફુંકી ગયું
આવા કેટલાય સુકાયેલા - ખરી પડેલા
દીવસોને.
હવે,
ઉભું છે માત્ર એક ઠુંઠું.
જડ - અચેતન.
સુકાઇ ગયેલી ડાળીઓનો ભાર લૈને
ખીલતી કુંપળ થી - ખરતા પર્ણ સુધીની
નીરસ કહાણી લૈને
published in 29th march 2000.
મારો પરીચય
હું
દરરોજ નીકળી પડું છું બહાર
મને
ઘરના કોઈ ખુણે ટીંગાડીને
અને મારો પરીચય બનીને બધે ભટક્યા કરું છું.
રાતે પાછો આવી ને ફરીથી પહેરી લઉં - મને.
પછી,
મારો પરીચય તો ઘસઘસાટ સુઈ જાયછે-
રાતના સૂનકાર અંધારામાં.
અને હું...
હું તો જાગતોજ પડ્યો રહું છું
મારા શાંત કોલાહલ માં.આખી રાત.
published in 2000.
પહેલાં અને પછી
વજ્રનો એ છેલ્લો ઘાત શમે એ પહેલાં
જખમો જૂનાં રૂઝાય તે પહેલાં
જળની બહાર
મીનનો એ તરફડાટ શમે એ પહેલાં
જીંદગી ના જીવવા માટેના બધાંજ
મરણીયા પ્રયાસ તરફડ્યાં કરેછે.
મ્રુત્યુ આવે એ પહેલાં
અને પછી,
ફરીથી શરૂ થાયછે
એનો એજ મરણતોલ
પહેલાં શ્વાસથી છેલ્લા નીહ્શ્વાસ સુધીનો
ઘટનાક્રમ.
published in 8th march 2000.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment