Sunday, 29 May 2011

"manav"this poem i wrote few years before and published on may 2011 at zazi.com

http://my.zazi.com/kavita/108--2011/661-may-2011

માનવ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - મે 2011
આના લેખક છે પ્રસાદ આર. માહુલીકર   
બુધવાર, 18 મે 2011 04:51
Share  માનવ માનવ મહેરામણ ના મેળામા અટવાતો માનવ


પડછાયાઓ ઘેરી વળતાં માનવને ભટકાતો માનવ


શબ્દોના આ ઘોંઘાટોમાં શબ્દોમાં પડઘાતો માનવ

ટોળાઓમાં ફરતો સાવ એકલો અટુલો માનવ

મારું તારું હતું હશેના સરવાળા ગણગણતો માનવ

માનવની આગળ ને પાછળ દિવાલોને ચણતો માનવ,


મણીનગર,અમદાવાદ,ભારત

Sunday, 15 May 2011

my gujarati story "prem" published in "sakhi"magazine in 2001 PAGE 1 top and bottom

page 1 top

my gujarati story "prem"published in "sakhi"magazine in 2001 page 2 top and bottom

my gujarati story

follow this link to read the story.

http://rdgujarati.wordpress.com/2006/05/06/prasad-mahulikar/
http://rdgujarati.wordpress.com/2006/05/06/prasad-mahulikar/

my poem"alag alag" published in "sanskriti" magazine in 1998

taari saathe tara vagar

poem andharo odhine kyan sudhi published in samantar magazine in 1993

these poems published in samabhava newspaper

ખરતાં દીવસો ઝાડ પરથી ખરતાં પીળાં પર્ણ ની જેમ ફરી એક દીવસ આજ બનીને ખરી પડ્યો. અને, સમયનું વાવાઝોડું ફુંકી ગયું આવા કેટલાય સુકાયેલા - ખરી પડેલા દીવસોને. હવે, ઉભું છે માત્ર એક ઠુંઠું. જડ - અચેતન. સુકાઇ ગયેલી ડાળીઓનો ભાર લૈને ખીલતી કુંપળ થી - ખરતા પર્ણ સુધીની નીરસ કહાણી લૈને published in 29th march 2000. મારો પરીચય હું દરરોજ નીકળી પડું છું બહાર મને ઘરના કોઈ ખુણે ટીંગાડીને અને મારો પરીચય બનીને બધે ભટક્યા કરું છું. રાતે પાછો આવી ને ફરીથી પહેરી લઉં - મને. પછી, મારો પરીચય તો ઘસઘસાટ સુઈ જાયછે- રાતના સૂનકાર અંધારામાં. અને હું... હું તો જાગતોજ પડ્યો રહું છું મારા શાંત કોલાહલ માં.આખી રાત. published in 2000. પહેલાં અને પછી વજ્રનો એ છેલ્લો ઘાત શમે એ પહેલાં જખમો જૂનાં રૂઝાય તે પહેલાં જળની બહાર મીનનો એ તરફડાટ શમે એ પહેલાં જીંદગી ના જીવવા માટેના બધાંજ મરણીયા પ્રયાસ તરફડ્યાં કરેછે. મ્રુત્યુ આવે એ પહેલાં અને પછી, ફરીથી શરૂ થાયછે એનો એજ મરણતોલ પહેલાં શ્વાસથી છેલ્લા નીહ્શ્વાસ સુધીનો ઘટનાક્રમ. published in 8th march 2000.

two lines from my poem "હવે" published in "samantara" in 1993

મારી કવીતા "હવે" ની બે પંક્તીઓ "સમાંતર" સામયીક" માં પ્રકાશીત વર્ષ ૧૯૯૩ "હર એક પળે જન્મવું વીસ્તરવું ક્ષણે ક્ષણે જીંદગીને હાથ પર લખી નાખવી છે હવે"