Sunday, 17 July 2011
Sunday, 19 June 2011
Sunday, 29 May 2011
"manav"this poem i wrote few years before and published on may 2011 at zazi.com
http://my.zazi.com/kavita/108--2011/661-may-2011
માનવ |
યાયાવર - મે 2011 |
આના લેખક છે પ્રસાદ આર. માહુલીકર |
બુધવાર, 18 મે 2011 04:51 |
Share માનવ માનવ મહેરામણ ના મેળામા અટવાતો માનવ પડછાયાઓ ઘેરી વળતાં માનવને ભટકાતો માનવ શબ્દોના આ ઘોંઘાટોમાં શબ્દોમાં પડઘાતો માનવ ટોળાઓમાં ફરતો સાવ એકલો અટુલો માનવ મારું તારું હતું હશેના સરવાળા ગણગણતો માનવ માનવની આગળ ને પાછળ દિવાલોને ચણતો માનવ, મણીનગર,અમદાવાદ,ભારત |
Sunday, 15 May 2011
my gujarati story
follow this link to read the story.
http://rdgujarati.wordpress.com/2006/05/06/prasad-mahulikar/
http://rdgujarati.wordpress.com/2006/05/06/prasad-mahulikar/these poems published in samabhava newspaper
ખરતાં દીવસો
ઝાડ પરથી ખરતાં પીળાં પર્ણ ની જેમ
ફરી એક દીવસ આજ બનીને ખરી પડ્યો.
અને,
સમયનું વાવાઝોડું ફુંકી ગયું
આવા કેટલાય સુકાયેલા - ખરી પડેલા
દીવસોને.
હવે,
ઉભું છે માત્ર એક ઠુંઠું.
જડ - અચેતન.
સુકાઇ ગયેલી ડાળીઓનો ભાર લૈને
ખીલતી કુંપળ થી - ખરતા પર્ણ સુધીની
નીરસ કહાણી લૈને
published in 29th march 2000.
મારો પરીચય
હું
દરરોજ નીકળી પડું છું બહાર
મને
ઘરના કોઈ ખુણે ટીંગાડીને
અને મારો પરીચય બનીને બધે ભટક્યા કરું છું.
રાતે પાછો આવી ને ફરીથી પહેરી લઉં - મને.
પછી,
મારો પરીચય તો ઘસઘસાટ સુઈ જાયછે-
રાતના સૂનકાર અંધારામાં.
અને હું...
હું તો જાગતોજ પડ્યો રહું છું
મારા શાંત કોલાહલ માં.આખી રાત.
published in 2000.
પહેલાં અને પછી
વજ્રનો એ છેલ્લો ઘાત શમે એ પહેલાં
જખમો જૂનાં રૂઝાય તે પહેલાં
જળની બહાર
મીનનો એ તરફડાટ શમે એ પહેલાં
જીંદગી ના જીવવા માટેના બધાંજ
મરણીયા પ્રયાસ તરફડ્યાં કરેછે.
મ્રુત્યુ આવે એ પહેલાં
અને પછી,
ફરીથી શરૂ થાયછે
એનો એજ મરણતોલ
પહેલાં શ્વાસથી છેલ્લા નીહ્શ્વાસ સુધીનો
ઘટનાક્રમ.
published in 8th march 2000.
two lines from my poem "હવે" published in "samantara" in 1993
મારી કવીતા "હવે" ની બે પંક્તીઓ
"સમાંતર" સામયીક" માં પ્રકાશીત વર્ષ ૧૯૯૩
"હર એક પળે જન્મવું વીસ્તરવું ક્ષણે ક્ષણે
જીંદગીને હાથ પર લખી નાખવી છે હવે"
Subscribe to:
Posts (Atom)